Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયમુંબઇની 26 મસ્જિદોમાં લાઉડ સ્પીકરથી અઝાન નહીં થાય

મુંબઇની 26 મસ્જિદોમાં લાઉડ સ્પીકરથી અઝાન નહીં થાય

દક્ષિણ મુંબઇમાં ધર્મગુરૂઓ અને ટ્રસ્ટીઓએ લીધો નિર્ણય: રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કોઇ અઝાન નહીં

- Advertisement -

દેશભરમાં લાઉડસ્પીકર અઝાનને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં મુસ્લિમ ધર્મગુરૂઓએ મોટો નિર્ણય લીધો છે. દક્ષિણ મુંબઈના ધર્મગુરૂઓ અને ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો છે કે સવારે મસ્જિદોમાં લાઉડસ્પીકરથી અઝાન આપવામાં આવશે નહીં. મુંબઈના મોહમ્મદ અલી રોડ, મદનપુરા, નાગપાડા, મુસ્લિમ બહુલ વિસ્તારો સહિત 26 મસ્જિદોના ધર્મગુરૂઓએ સુન્ની મોટી મસ્જિદમાં બેઠક કર્યા બાદ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે.

- Advertisement -

તેમણે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે લાઉડ સ્પીકરથી સવારની અઝાન વાંચવામાં આવશે નહીં. આ સાથે તમામ મસ્જિદોમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરવામાં આવશે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કોઈ અઝાન થશે નહીં અને નહીં તો લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે.

અહીં, લાઉડસ્પીકર વિવાદ વચ્ચે ખગજ કાર્યકર્તાઓની સતત ધરપકડ કરવામાં આવી રહી છે અને તેમની સામે કાર્યવાહી ચાલી રહી છે. શિવાજી પાર્ક વિસ્તારમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના ઘરની બહાર પાર્ટીના કાર્યકર્તાઓ પરના હુમલા દરમિયાન એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને સામાન્ય ઈજાઓ થવાના મામલે પોલીસે બુધવારે ખગજ નેતા સંદીપ દેશપાંડે અને સંતોષ ધૂરીની ધરપકડ કરી હતી. તેમની વિરુદ્ધ ઋઈંછ નોંધવામાં આવી છે. આ માહિતી એક અધિકારીએ આપી.

- Advertisement -

દેશપાંડે, ધુરી અને અન્ય બે સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 308 (હત્યાનો પ્રયાસ), 353 (જાહેર કર્મચારીને તેની ફરજ બજાવવાથી રોકવા માટે ફોજદારી બળનો ઉપયોગ), 279 (અસુરક્ષિત), અધિકારીએ જણાવ્યું હતું. સેન્ટ્રલ મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં સેક્શન 336(અન્યના જીવને જોખમમાં મૂકતું કૃત્ય અથવા વાહન ચલાવીને વ્યક્તિગત સુરક્ષા) હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ સંબંધમાં સંતોષ સાલીની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે દેશપાંડે, ધુરી અને ડ્રાઈવરની શોધ ચાલી રહી છે. ઘટનાને ગંભીરતાથી લઈને મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી શંભુરાજ દેસાઈએ મુંબઈ પોલીસ કમિશનરને આ મામલે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. સવારની અઝાન લાઉડસ્પીકર વગર થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular