Friday, December 5, 2025
Homeવિડિઓધ્રોલના લતીપર ગામે આયુષ મેળો યોજાયો - VIDEO

ધ્રોલના લતીપર ગામે આયુષ મેળો યોજાયો – VIDEO

જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન સહિતના આગેવાનો ઉપસ્થિત

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા વિકાસ અધિકારી જામનગરના માર્ગદર્શન મુજબ અને જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગર દ્વારા આયોજિત ધ્રોલ તાલુકાના લતીપર ગામે આયુષ મેળો યોજાયો હતો. જેમાં આયુર્વેદ નિદાન સારવારાન 265, હોમિયોપેથી નિદાનના 113, ઉકાળા વિતરણના 365, યોગા પ્રદર્શનના 386, પ્રકૃતિ પરિક્ષણના 74 જરા ચિકિત્સના 42, પંચકર્મીના વૃતના 587 લાભાર્થીએ લાભ લીધો હતો.

- Advertisement -

જેમાં આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ,હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ,યોગા નિર્દેશન,સુવર્ણ પ્રાશન પંચકર્મ માર્ગદર્શન,રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઔષધ વિતરણ,પ્રકૃતિ પરીક્ષણ,આયુર્વેદ પ્રદર્શનની,સ્વસ્થવૃત અંગેનું માર્ગદર્શન, વૃદ્ધાવસ્થા જન્ય રોગોની સારવાર, અમૃત પેય ઉકાળાવિતરણ,વન ઔષધી પ્રદર્શન અને ઔષધ રોપા વિતરણ જેવી સેવાઓ વિના મૂલ્ય આપવામાં આવી હતી.

- Advertisement -

આ ખાસ પ્રસંગે પ્રમુખ જિલ્લા પંચાયત, જામનગર મેયબેન ગલાભાઈ ગરસર, ધારાસભ્ય કાલાવડ મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન અધેરા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓએ હાજરી આપી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરી મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ જામનગર જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.આનંદ જયસ્વાલ તથા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લતીપર ગામના આંગણવાડીના કુપોષિત બાળકોને બાલ આયુષ કીટ તેમજ આશા વર્કર બહેનોને આશા કીટનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ એવા મેયબેન ગલાભાઈ ગરસર તથા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા અન્ય મહેમાનોના હસ્તે રીબીન કાપી આયુષ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારબાદ મહાનુભાવો દ્વારા આયુષ મેળામાં પ્રદર્શન માટે રાખવામાં આવેલ અલગ અલગ સ્ટોલની મુલાકાત લઈ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત જામનગર દ્વારા કરવામાં આવેલ સુંદર આયુષ મેળા ના આયોજન બદલ ખુબ જ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular