Sunday, December 22, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસશિયાળામાં શરદી મટાડવાની આયુર્વેદિક પદ્ધતિઓ જાણો

શિયાળામાં શરદી મટાડવાની આયુર્વેદિક પદ્ધતિઓ જાણો

- Advertisement -

શિયાળામાં શરદીને લગતા કેસો વધુ જોવા મળતા હોય છે ત્યારે શરદી મટાડવાની આયુર્વેદિક પદ્ધતિઓ ઘણી ઉપયોગી છે. તો ચાલો જાણીએ આયુર્વેદિક પદ્ધતિઓ….

- Advertisement -

આદુ અને મધ
આદુમાં કુદરતી એન્ટિબેકટેરીયલ અને બળતર વિરોધી ઝણધર્મો છે. જે શરદી અને ઉધરસને ઝડપથી મટાડવામાં મદદ કરે છે. 1-2 ઈંચ આદુને બારીક કાપી 1 ચમચી મધ ઉમેરી દિવસમાં 2-3 વખત તેનું સેવન કરવાથી ગળાનો સોજો ઘટાડીને નાકની ભીડ ખોલે છે.

તુલસીનો છોડ અને કાળા મરી
તુલસી અને કાળા મરીના સેવનથી શરદીમાં રાહત મળે છે. પાંચ-છ તુલસીના પાન, 1/4 ચમચી કાળા મરી ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શકિત વધે છે. જે ઠંડા વાયરસ સામે લડે છે.

- Advertisement -

લીમડાનો ઉકાળો
લીમડાના પાનમાં એન્ટિ બેકટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ છે. 1 કપ પાણીમાં 10-15 લીમડાના પાન ઉકાળો બે દિવસ પીવાથી પણ ફરક પડે છે.

હળદર અને દુધ
હુફાળા માં 1/2 ચમચી હળદર ભેળવીને રાત્રે પીવાથી ગળાનો સોજો અને ચેપથી રાહત આપે છે.

- Advertisement -

શેક મીઠુ અને નવશેકુ પાણી
શેક મીઠુ અને હુંફાળા પાણીથી કોગળા કરવાથી ગળામાં સોજો ઓછો થાય છે અને શરદી મટે છે.

મધ અને ઘી
બંધનાકમાં મધ અને ઘી નાખવાથી આરામ મળે છે. અને શ્ર્વાસ લેવામાં સરળતા થાય છે.
પાણી અને પ્રવાહીનું સેવન વધારવું
ઠંડી દરમિયાન શરીરમાં પાણી કમી ન હોવી જોઇએ. તેથી વધુ પાણી તાજા ફળો ના રસ, સુપ શરીરને હાઇડ્રેટે્રટ રાખે છે.

હર્બલ સ્ટેમ ઈન્હેલેશન
ગરમ પાણીમાં આદુ, તુલસી અને લીંબુ નાખીને સ્ટેમ કરવાથી નાક ખુલ્લે છે.
આ આયુર્વેદિક ઉપાયો અપનાવીને ઝડપથી શરદી મટાડી શકો છો. જો આ લક્ષણો લાંબા સમય સુધી ચાલું રહે તો ડોકટરની સલાહ લેવી જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular