સાંધાના દુ:ખાવાની સમસ્યા શિયાળામાં ઘણીવાર વધી જાય છે. આ સમસ્યાને અલવિદા કહેવા માટે તમારે યોગ અને આયુર્વેદિક ઉપાયોનો સહારો લેવો જોઇએ.
હાડકા જેટલા મજબૂત, શરીરનું બંધારણ જેટલું પરફેટ, હાડકાની વૃધ્ધિ એટલી સારી તમારી ઉંચાઇ વધુ સારી પરંતુ કમનસીબે તેનું મહત્વ હોવા છતાં, લોકો હાડકાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા નથી. હાડકાને મજબૂત બનાવવાના નામે લોકો માત્ર એક જ વાત જાણે છે. જેમાં કેલ્શ્યિમનો પણ સમાવેશ થાય છિે. જો કે, માત્ર કેલ્શિયમ પૂરતું નથી, વિટામિન ડી. વિટામીન સી, વિટામન કે, ઓમેગાથી ફેટી એસિડસ ફોસ્ફરસ, મેગેશિયમ અને ઝિંક પણ શરીરમાં 206 હાડકાને મજબૂત કરવા માટે જરૂરી છે. જો આ પોષક તત્વોને આહારમાં સામેલ ન કરવામાં આવે તો યુવાનીમાં હાડકા ફાટવા લાગે છે. અને તેમનું આયુષ્ય ઘટી જાય છે. ઓસ્ટિયોોરોસિસ અને અર્થરાઇટીસ એટેક જેવા રોગો તેના ઉપર શિયાળાનો જુલમ શરૂ થયો છે. ઠંડીમાં ઘુંટણ, ગરદન, ખભા અને કમરમાં દુ:ખાવો અને જકડાઇ જાય છે. કેટલાક લોકોમાં આ લક્ષણ સામાન્ય છે.
જયારે ઘણા લોકોમાં આ લક્ષણો સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ અને લમ્બર સ્પાઇન ડીજનરેટિલ ડિસઓર્ડરને કારણે દેખાય છે. જો તમને સાંધાનો દુ:ખાવો હોય તો આ ભૂલ ન કરો વજન વધવા ન દો. ધુમ્રપાન ટાળો, યોગ્ય મુદ્રા જાળવો, સાંધાના દુ:ખાવા દરમ્યાન પ્રોેસેસ્ડ ફુડ, ગ્લુટેન ફુડ, આલ્કોહોલ, વધારે ખાંડ, મીઠું ટાળો.
જો સાંધાનો દુ:ખાવો હોય તો ગરમ કપડાં પહેરો, વધુ પાણી પીઓ, વર્કઆઉટ કરો, વિટામિન ડી મહત્વપૂર્ણ છે. આમ વધતી જતી ઠંડી હાડકાની દુશ્મન બને છે. ત્યારે શિયાળામાં દુ:ખાવાથી છુટકારો મેળવવા માટે આટલું ધ્યાન રાખવું જરૂરી છે.
(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)