Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરઆયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની આત્મહત્યાથી અરેરાટી

આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની આત્મહત્યાથી અરેરાટી

ગાંધીનગરના વતની યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરી તપાસ હાથ ધરી

- Advertisement -

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતો અને આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી યુવકે તેના ઘરે અકળ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં પટેલ કોલોનીમાં આવેલા શ્રીરંગ એપાર્ટમેન્ટમાં પીજી તરીકે રહેતાં અને આયુર્વેદ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં રોનક ખરાડી નામના ગાંધીનગરના વતની યુવકે રવિવારે તેના ઘરે રૂમમાં દોરી વડે કોઇ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યાં યુવકનું મોત નિપજ્યું હોવાની જાણ પોલીસમાં કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારજનોને જાણ કરી પીએમ માટે મોકલી કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની પોલીસે જીણવટભરી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular