Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરભારતની પ્રાચિન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ વધુ એક વખત વિશ્વક્ષાએ ઝળકી

ભારતની પ્રાચિન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ વધુ એક વખત વિશ્વક્ષાએ ઝળકી

રાજ્ય સરકારના પ્રોજેક્ટ આંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદ અધીકારી અને ટીમનુ સંશોધન પેપર ઇન્ટરનેશનલ જર્નલમાં થયુ પ્રસિદ્ધ : સર્વે બાદ ખુબ જરૂરી આરોગ્ય સ્થિતિ કુપોષણમા મળ્યા શ્રેષ્ઠ પરિણામો : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની જહેમત વધુ એક વખત રંગ લાવી

- Advertisement -

આયુર્વેદો અમૃતાનામ કહેવાય છે અને આપણને સૌને ગૌરવ છે તેવી ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ વધુ એક વખત વિશ્ર્વકક્ષાએ ઝળકી છે જેમાં રાજ્ય સરકારના પ્રોજેક્ટ આંતર્ગત દ્વારકા જિલ્લા આયુર્વેદ અધીકારી અને ટીમનુ સંશોધન પેપર ઇન્ટરનેશનલ જર્નલમા પ્રસિદ્ધ થયુ છે. ખાસ વાત એ છે કે એક મહત્વના સર્વે બાદ ખુબ જરૂરી આરોગ્ય સ્થિતિકુપોષણમા શ્રેષ્ઠ પરીણામો મળ્યા છે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની જહેમત વધુ એક વખત રંગ લાવી છે. કેમ કે, જામનગરમા વિશ્ર્વકક્ષાનુ આયુર્વેદ શિક્ષણ અને સંશોધન કેન્દ્ર પ્રધાનમંત્રીની ખાસ હિમાયતનુ સાકાર સ્વરૂપ છે. એટલુ જ નહી વિશ્ર્વકક્ષાએ યોગ અને આયુર્વેદનુ મહત્વ તેઓની જહેમત થી પ્રસ્થાપીત થયુ છે. ત્યારે વિષય વસ્તુ એ છે કે, કુપોષણમાં આયુર્વેદની અસરકારક ભૂમિકા શુ હોય શકે. તે એક સંશોધન જરૂરી હતુ કેમ કે, નેશનલ ફેમેલી હેલ્થ સર્વેના વર્ષ 2019-2020ના અહેવાલ મુજબ કુપોષણસ્તર દ્વારકા જિલ્લામાં વધુ હોવાનો એક અહેવાલ પ્રાપ્ત થયેલ હતો. આથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગુજરાત સરકારના આયુષ વિભાગના નિયામક દ્વારા કુપોષણમાં આયુર્વેદ દવાઓનો પ્રયોગ કરવાનુ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.
પ્રોજેક્ટ માટે કુપોષણથી વધુ પ્રભાવિત થતા બાળકો અને કિશોરીઓને પસંદ કરવામાં આવેલ કુલ 629 લાભાર્થીઓને 6 મહિના સુધી આયુર્વેદ દવાઓનો પ્રયોગ કરવામાં આવેલ. પ્રોજેકટના અંતે લાભાર્થીઓમાં પોષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.

- Advertisement -

આ પ્રોજેક્ટ નિયામક આયુષની કચેરી-ગુજરાત રાજ્ય, ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્બીક હેલ્થ (IIPH) ગાંધીનગર, આયુર્વેદ શાખા-દેવભૂમિ દ્વારકા અને આઈ.સી.ડી.એસ. શાખા-દેવભૂમિ દ્વારકા ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટની સફળતાને ધ્યાને રાખીને આ બાબતે શોધ-પત્ર તૈયાર કરવામાં આવેલ અને જે આંતરરાષ્ટ્રીયસ્તરે ખ્યાતનામ એવી જનરલ ઓફ આયુર્વેદ એન્ડ ઈન્ટ્રીગ્રેટડ મેડિકલ સાઈન્સમાં પ્રકાશિત થયેલ છે.

આ શોધ પત્રને IIPHના ડો. જીમીત સોની, દિપક સક્શેના, સોમેન શાદા, આબિદ કુરેશી, પૂજા જાદવ, નિયામક આયુષની કચેરીના ડો. ભાવનાબેન પટેલ, ડો. ફાલ્ગુન પટેલ, ડો. શીતલ ભગીયા અને જિલ્લા આયુર્વેદ અધિકારી-દેવભૂમિ દ્વારકાના ડો. વિવેક વી. શુક્લ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ શોધ-પત્રથી કુપોષણમાં પણ આયુર્વેદ દવાઓની અસરકારક ભૂમિકા પ્રસ્થાપિત થયેલ છે. વિશેષમા જોઇએ તો સંશોધન પેપર પ્રકાશન માટે સંયુક્ત પ્રમાણપત્ર મળ્યુ છે.

- Advertisement -

ધી જર્નલ ઓફ આયુર્વેદ એન્ડ ઈન્ટીગ્રેટિવ મેડિસિન (J-AIM) એ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સ-ડિસિપ્લિનરી હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (TDU) અને વર્લ્ડ આયુર્વેદ ફાઉન્ડેશન (WAF) દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત અને પ્રકાશિત આંતરરાષ્ટ્રીય, ઓપન-ઍક્સેસ, પીઅર રિવ્યુ કરેલ જર્નલ છે જે એલ્સેવિઅર પર આ પ્રકાશીત થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular