પ્રભુશ્રી રામે અયોધ્યા નીજ મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારબાદનો આ પ્રથમ દિપોત્સવ આવી ગયો છે ત્યારે સમગ્ર અયોધ્યામાં ઉત્સાહ સમાતો નથી. સમગ્ર શહેર લાખો દિપોથી ઝળહળી ઉઠશે. આ વર્ષે 25 લાખ દિવાઓથી શ્રી રામ જન્મભૂમિ દીપી ઉઠશે.
રામલલ્લાના અભિષેક બાદ આ પુજા દિવાળી છે જે યાદગાર બની રહેશે. આ દિપોત્સવ પર સરયુ કિનારે 25 થી 28 લાખ દિવા પ્રગટાવીને વિશ્ર્વ રેકોર્ડ બનાવવાની યોજના છે. આ માટે મંદિરમાં વિશેષ પ્રકારના દિવાઓ પ્રગટાવવામાં આવશે. તેમજ મંદિરની ઈમારતને ડાઘ અને કાજળથી સુરક્ષિત રાખવા માટે ખાસ દિવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત આકર્ષક ફુલોથી મંદિરને સજાવવામાં આવશે. મંદિર સંકુલને વિભાગોમાં વહેંચીને શરણગારની જવાબદારી સોંપવામાં આવી છે. અને પર્યાવરણની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જેના માટે ખાસ મીણના દિવા પ્રાવવામાં આવશે. જેનાથી કાબેન ઉત્સર્જનમાં ઘટાડો થશે. મંદિર ટ્રસ્ટનો હેતુ છે કે અયોધ્યા શ્રી રામ મંદિર ફકત ધર્મ અને આસ્થાનું જ પ્રતિક નહીં પરંતુ સ્વચ્છતા અને પર્યાવરણ સરંક્ષણનો સંદેશ પણ આપે. 29 ઓકટોબરથી 1 નવેમ્બર મધ્યરાત્રિ સુધી મંદિરને બહારથી દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવશે.