આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે જામનગરના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મલિલાઓની સુરક્ષા સંબંધી વિવિધ કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને કફત કાનુની સહાય, ઘરેલુ હિંસા, ભરણ પોષણ, નારી અદાલત વગેરે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. ચંદેશ ભાંભી મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે અભયમ હેલ્પલાઇન 181, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર વગેરે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા કાનુની સેવા સતા મંડળના કોમલબેન દોષી, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથિયા, પીબીઅસેસીના કાઉન્સેલર ભાવિષાબેન રાદડીયા, નારી અદાલતના જિલ્લા કોર્ડીમેટર ખ્યાતિબેન ભટ્ટ, મહિલા સુરક્ષા સમિતિના પ્રેક્ષાબેન ભટ્ટ તથા વિવિધ કચેરીના કર્મચારીઓ તથા પેરા લીગલ વોલન્ટીઅર હાજર રહ્યા હતાં.