જામનગર રામેશ્વર નગર પટેલ કોલોની વિસ્તારમાં આવેલી ભવન્સ એ . કે . દોશી મહિલા કોલેજમાં અભ્યાસ કરતી 150 વિધાર્થીનીઓને ટીબી રોગ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં ટીબી રોગનું ભારત દેશમાં પ્રમાણ ટીબી રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયા થી વધારે ઉધરસ આવવી, ગળફા સાથે લોહી આવું, ભૂખ ન લાગવી કે વજન ઘટી જવો જેવા ટીબી રોગના લક્ષણો હોય અને તેની તપાસ કઈ રીતે થાય, દર્દીને શું કાળજી રાખવી જોઈએ અને તેને અટકાવા માટે શું કરવું જોઈએ તે અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ તેની તપાસ અને સારવાર મફત તમામ આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવે છે. અને દર્દીને સરકાર દ્વારા નીક્ષય પોષણ યોજના અંતરગત તમામ ટીબીના તમામ દર્દીને ૫૦૦ ની સહાય આપવામાં આવે છે. તે અંગે પ્રેરણા આપવામાં આવી અને ટીબી રોગ મુક્ત ભારત થાય એવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ભવન્સ એ . કે . દોશી મહિલા કોલેજના આચાર્ય તેમજ તમામ શિક્ષકો દ્વારા સારો પ્રતિભાવ આપવામાં આવ્યો અને આવા આરોગ્ય જાગૃતતાના કાર્યક્રમ અવાર – નવાર કોલેજમાં થાય તે અંગે આવકાર આપ્યો હતો. જામનગર જીલ્લા ક્ષય અધિકારોના માર્ગદર્શન હેઠળ ચિરાગ કે . પરમાર ( પી.પી.એમ ) અને વીકુંદભાઈ રાઠોડ ( ડૉટસ સુપર વાઇઝર ) દ્વારા વિદ્યાર્થીની ઓને ટીબી રોગ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ પત્રિકાઓ આપવામાં આવી હતી. અને આ કાર્યક્રમ પૂરો થયા બાદ ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સારા જવાબ આપનાર વિધાર્થીનીઓને જીલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા પ્રોત્સાહિતરૂપે ઇનામો આપવામાં હતા. આ કાર્યક્રમમાં ખુબજ મોટી સંખ્યામાં વિધાર્થીનીઓને રહી હતી. અને ટીંબી મુક્ત ભારત અંગે પ્રતિજ્ઞા લીધી હતી.