Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજિલ્લા પોલીસ દ્વારા કબ્જે કરાયેલ 1179 વાહનોની હરરાજી

જિલ્લા પોલીસ દ્વારા કબ્જે કરાયેલ 1179 વાહનોની હરરાજી

પોલીસને રૂા.50,55,000ની આવક

જામનગર જિલ્લા પોલીસ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી કબ્જે કરાયેલ મુદામાલ વાહનોની હરરાજી યોજાઇ હતી. આ હરરાજીમાં કુલ 1179 વાહનોની હરરાજી કરતા 50,55,000ની આવક થઇ હતી.

- Advertisement -

જામનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘણાં લાંબા સમયથી મુદામાલના કબ્જે કરેલ વાહનો પડયા હોય રાજકોટ રેંજ આઇજી અશોકકુમાર, પોલીસ અધિક્ષક રવિમોહન સૈનીના માર્ગદર્શન મુજબ મદદનિશ પોલીસ અધિક્ષક પ્રતિભા, જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા, જામનગર શહેર નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, વી.કે. પંડયાના સુપરવિઝન હેઠળ આ વાહનોની હરરાજી યોજાઇ હતી. જેમાં કુલ 1179 વાહનોની હરરાજી કરવામાં આવી હતી. જેમાં કુલ રૂા.50,55,000ની આવક થઇ હતી.

આ કાર્યવાહી સીટી એ ના પીઆઇ એન.એ. ચાવડા, સીટી બી પીઆઇ પી.પી. ઝા, સીટી સી પીઆઇ એન.બી. ડાભી, પંચ એ પીઆઇ એમ.એન. શેખ, પંચ બી પીઆઇ વી.જે. રાઠોડ, કાલાવડ ટાઉન પીઆઇ એન.વી. આંબલીયા, કાલાવડ રૂરલ પીઆઇ પી.જી. પનારા, જોડિયા પીઆઇ આર.એસ. રાજપૂત, ધ્રોલ પીઆઇ એચ.વી. રાઠોડ, સિકકા પીઆઇ જે.જે. ચાવડા, એલસીબી પીઆઇ વી.એમ. લગારીયા, સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular