ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) પરિવાર દ્વારા પૂ. રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન કરાયું છે. જેમાં આજરોજ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેને ધ્યાને લઇ આજરોજ કથા સ્થળે કૃષ્ણ જન્મોત્સવ દર્શાવતી આકર્ષક રંગોળી તૈયાર કરાઇ હતી. શહેરીજનો દરરોજ મોટી સંખ્યામાં ભાગવત કથાનું શ્રવણ કરવા ઉમટેે છે. ત્યારે આજરોજ કૃષ્ણ જન્મોત્સવને લઇ યજમાન પરિવારમાં પણ અનેરો ઉત્સાહ છવાયો છે.