Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરપ્રજાપતિ મહિલા દ્વારા માટીના આકર્ષક ગરબા તૈયાર કરાયા

પ્રજાપતિ મહિલા દ્વારા માટીના આકર્ષક ગરબા તૈયાર કરાયા

- Advertisement -

નવરાત્રિના પર્વને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. ર્માં આદ્યશકિતની આરાધનાના મહાપર્વ નવરાત્રિને લઇ ગરબા પ્રેમી ખેલૈયાઓમાં તો અનેરો થનગનાટ હોય જ છે સાથે સાથે માતાજીના ભકતોમાં પણ અલગ જ ઉત્સાહ હોય છે. ખાસ કરીને નવરાત્રિમાં માતાજીની આરાધનામાં ભકતો ભકિત કરે છે ત્યારે માતાજીના ગરબાનું અનેરૂં મહત્વ રહેલું છે. નવ દિવસ સુધી ભકતો માતાજીનો ગરબો કરે છે.

- Advertisement -

બજારમાં અનેકવિધ પ્રકારના ગરબાઓ જોવા મળતા હોય છે.નવરાત્રિનું પર્વ નજીક હોય માટીકામ જાણતા કલાના કસબીઓ દ્વારા ગરબા બનાવવામાં આવી રહ્યા છે.જામનગરના પ્રજાપતિ સમાજના નયનાબેન સંચાણિયા છેલ્લા 15 થી 17 વર્ષથી માટીના ગરબા બનાવે છે. તેમણે જણાવ્યું હતું કે, પાટુડી, ગાગેડી, ધારવાળા, કાંગરીવાળા એમ વિવિધ પ્રકારના માટીના ગરબા તેઓ બનાવે છે. તેમજ બાંધણીની ભાટ, મોરની ભાટ, ઘરચોડાની ભાટની ડિઝાઇનોની માંગ રહેતી હોય છે. આ વર્ષે તેમણે લોકોની માંગને ધ્યાને લઇ અને ગરબામાં નવીનતા લાવવાના આશયથી કલોરોસન કલરના અલગ-અલગ વર્કના ગરબાઓ પણ તૈયાર કયા છે. આમ નવરાત્રિના પર્વને ધ્યાને લઇ ગરબા બનાવટની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular