Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરનિયમ મુજબ સિમેન્ટ વાપરવાનું કહેતા મદદનીશ ઈજનેરને કાર નીચે કચડવાનો પ્રયાસ -...

નિયમ મુજબ સિમેન્ટ વાપરવાનું કહેતા મદદનીશ ઈજનેરને કાર નીચે કચડવાનો પ્રયાસ – VIDEO

ઢીકાપાટુનો માર મારી ઝપાઝપી કરી અડધો ડઝન જેટલા શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી : કોન્ટ્રાકટર સહિતના શખ્સો વિરૂધ્ધ ફરિયાદ

- Advertisement -

ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામમાં બની રહેલા નવા પુલના કામ પર વિઝન કરવા ગયેલા મદદનીશ ઈજનેરે સિમેન્ટ નિયમ મુજબ વાપરવા માટે કહેતાં કોન્ટ્રાકટર સહિતના સાત જેટલા શખ્સોએ ઈજનેરને ધમકી આપી માર મારી કાર ચડાવી દેવાનો પ્રયાસ કરી ધોકા વડે હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, બનાસકાંઠાના પાલનપુરનો વતની અને હાલ જામનગરમાં ગ્રીનસીટી વિસ્તારમાં રહેતાં અને ધ્રોલમાં મદદનીશ ઈજનેર તથા ઈન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા નિલરાજસિંહ પરબતસિંહ બારડ નામના અધિકારી બુધવારે બપોરના સમયે ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામમાં બની રહેલા બ્રિજની સાઈડ વિઝીટ કરવા ગયા હતાં તે દરમિયાન બ્રિજના કામમાં સારું કામ કરવા માટે સિમેન્ટ નિયમ મુજબ વાપરવાનું અમિત ઝાલાને કહ્યું હતું. જેથી ઉશ્કેરાયલા અમિત ઝાલા એ અધિકારીને ગાળો કાઢી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જમીનમાં દાટી દેવો છે તેવી ધમકી આપી હતી. ધમકી આપતા મદદદનીશ ઈજનેર નિલરાજસિંહ મોટા ઈટાળા ગામ બાજુ ભાગવા લાગતા હુમલાખોરોએ તેની જીજે-11-ડીઆર-8880 નંબરની કાળા કલરની ક્રેટા કાર લઇને ઈજનેરને મારી નાખવાના ઈરાદે કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા ઈજનેર ઓટલા ઉપર ચડી નાશી ગયા હતાં.

- Advertisement -

ત્યારબાદ મદદનીશ ઈજનેર દુકાન પાસે પહોંચ્યા ત્યારે અમિત ઝાલા અને તેની સાથેના છ થી સાત અજાણ્યા શખસોએ ઈજનેર ઉપર હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી હતી અને મદદનીશ ઈજનેરને મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. હુમલો અને મારી નાખવાનો પ્રયાસ તથા ધમકીના બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફે મદદનીશ ઈજનેરના નિવેદનના આધારે સાત શખસો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ, હુમલો, ધમકીનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular