Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરના પોશ વિસ્તારમાં ધોળા દિવસે ચોરીનો પ્રયાસ, ચોર CCTV માં કેદ -...

જામનગરના પોશ વિસ્તારમાં ધોળા દિવસે ચોરીનો પ્રયાસ, ચોર CCTV માં કેદ – VIDEO

જામનગર શહેરના પોશ વિસ્તારમાં ચોરીનો પ્રયાસ થવાની ઘટનાએ ચકચાર મચાવી છે. તળાવની પાળે દિગ્વિજય પ્લોટ શેરી નં. 10માં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી ચોર ઘૂસ્યો હતો.

- Advertisement -

મળતી માહિતી મુજબ, ચોરે મકાનની બારીના સળીયા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ધોળા દિવસે આ ઘટના બનતાં આસપાસના રહેવાસીઓએ શંકા આવેતાં તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ ચોરની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળ્યો નહિ. ચોરીનો પ્રયાસ કરી રહેલો શખ્સ પોલીસના પગલાં પહેલાં જ મકાનના પ્રથમ માળેથી કુદી ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિકોમાં ચોરીના પ્રયાસથી ભયનો માહોલ સર્જાયો છે, અને લોકો સુરક્ષાના મુદ્દે ચિંતિત દેખાઈ રહ્યા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular