જામનગર તાલુકાના હાપા સ્ટેશન પાસે પેટ્રોલ પંપની પાછળ આવેલી યુનિયન બેંકમાં રાત્રિના સમયે તસ્કર ત્રાટકયો હતો અને બારીની ગ્રીલ તથા સળિયાઓ તોડી અંદર પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. આ ચોરીના પ્રયાસ અંગે પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા સ્ટેશન પાસે આવેલા પેટ્રોલ પંપની પાછળ આવેલી યુનિયન બેંકમાં રવિવારે રાત્રિના સમયે હાપામાં રહેતાં ફૈઝલ નામનો શખ્સ ઘરફોડ ચોરી કરવાના ઈરાદે બેંકની બારીની ગ્રીલ અને સળિયાઓ તોડી બેંકમાં અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રહેલો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો પરંતુ કાંઈ હાથ લાગ્યું ન હતું. આ અંગેની જાણ થતા બેંક કર્મચારી વીપનભાઈ દાવરાએ જાણ કરતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે ફૈઝલ વિરૂધ્ધ ચોરીના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.