જામનગરની શહેરના ગે્રઈન માર્કેટ ખાંડ બજારમાં આવેલી દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં પરંતુ, તસ્કરોએ ખાલીહાથે પરત ફરવું પડયું હતું. જો કે, ગેઈન મર્ચન્ટ એસોસિએશનના ઉપપ્રમુખની દુકાનમાં ચોરીના પ્રયાસની જાણ થતા પોલીસે તપાસ આરંભી હતી.
જામનગર શહેરમાં તસ્કરોની રંજાળ સતત વધતી જ જાય છે. પોલીસનો ભય રહ્યો ન હોય તેવી સ્થિતિ થઈ ગઇ છે. છેલ્લાં દોઢ માસથી શહેરના જુદા -જુદા વિસ્તારોમાં તસ્કરો તરખાટ મચાવતા રહે છે અને પોલીસ માત્ર ફરિયાદ નોંધી તપાસ કરી રહી છે. તસ્કરોના તરખાટથી શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જામનગરમાં ગેઇન માર્કેટ ખાંડ બજારમાં આવેલી એસોસિએશનના ઉપપ્રમુખ પરેશભાઇની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. જો કે, સદનસીબે તસ્કરોને ચોરી કરવા જેવી ચીજવસ્તુ કે રોકડ ન મળતા ખાલી હાથે પરત ફર્યા હતાં. પરંતુ ગેઇન માર્કેટ જેવા મુખ્ય વિસ્તારમાં ચોરી થતા વેપારીઓમાં ભય ફેલાઈ ગયો છે બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.