Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસેવકધુણિયામાં બળદ ચરાવવા મામલે પિતા-પુત્રની હત્યાનો પ્રયાસ

સેવકધુણિયામાં બળદ ચરાવવા મામલે પિતા-પુત્રની હત્યાનો પ્રયાસ

બળદ ચરાવવાની ના પાડી ચાર શખ્સો દ્વારા પિતા-પુત્ર ઉપર લાકડા વડે હુમલો : પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ

- Advertisement -

લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામની સીમમાં બળદ ચરાવવા મામલે ચાર શખ્સોએ યુવાન અને તેના પિતા ઉપર લાકડા વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવમાં પોલીસે પિતા-પુત્ર સહિતના ઉપર હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામની સીમમાં રહેતાં અને ખેતી કરતા રવિરાજસિંહ ચંદુભા જાડેજા નામનો યુવાન તેના ખેતરના સેઢે બળદ ચરાવતો હતો તે દરમિયાન હરદેવસિંહની અને તેના ભાગમાં રાખેલ વનરાજસિંહના વાડીના સંયુકત સેઢા તરફ બળદ ચરાવતા સમયે વિક્રમસિંહે અહીં બળદ ચરાવવાની ના પાડતા બન્ને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. ત્યારબાદ વિક્રમસિંહ ઝઘડો કરી ત્યાંથી જતો રહ્યો હતો. થોડા સમય પછી હરદેવસિંહ મંગળસિંહ જાડેજા, વિક્રમસિંહ કિરીટસિંહ જાડેજા, વિજયસિંહ કિરીટસિંહ જાડેજા અને જગુભા સામતસિંહ જાડેજા નામના ચાર શખ્સોએ એકસંપ કરી રવિરાજસિંહના ખેતરે આવી આડેધડ માર મારતા રવિરાજસિંહના પિતા ચંદુભા વચ્ચે પડયા હતાં અને હરદેવસિંહ તથા વિક્રમસિંહએ ફેન્સીંગના લાકડા વડે રવિરાજસિંહ અને તેના પિતા ચંદુભા ઉપર જીવલેણ હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.

ચાર શખ્સો દ્વારા આડેધડ માર મરાતા પિતા-પુત્ર ગંભીર રીતે ઘવાયા હતાં. ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફે રવિરાજસિંહના નિવેદનના આધારે હરદેવસિંહ, વિક્રમસિંહ, વિજયસિંહ અને જગુભા સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular