Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસુવરડાની સીમમાં ખેતી કરતા શ્રમિક યુવાનની હત્યાનો પ્રયાસ

સુવરડાની સીમમાં ખેતી કરતા શ્રમિક યુવાનની હત્યાનો પ્રયાસ

રાજુ નામના શકદાર શખ્સે પાવડા વડે હુમલો કર્યો : હુમલા બાદ ગંભીર ઘવાયેલા યુવાનનું બાઈક ચોરી નાશી ગયો : પોલીસ દ્વારા ગુનો નોંધી હુમલાખોર બાઇકચોરની શોધખોળ

જામનગર તાલુકાના સુવરડા ગામની સીમમાં આવેલા ખેતરમાં ચણાના વાવેતરમાં પાણી વારતા શ્રમિક યુવાન ઉપર એક શખ્સે લોખંડના પાવડા વડે જીવલેણ હુમલો કરી શ્રમિકનું 15 હજારની કિંમતનું બાઈક ચોરી કરી નાશી ગયાના બનાવમાં પોલીસે શકદાર શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સુવરડા ગામની સીમમાં આવેલા સામતભાઈ લોખીલ નામના વૃદ્ધના ખેતરમાં થાનસિંગ બેગનીયા બામણીયા (ઉ.વ.33) નામનો શ્રમિક યુવાન તેના ખેતરમાં મંગળવારે રાત્રિના સમયે ચણાના વાવેતરમાં પાણી વાળતો હતો તે દરમિયાન શકદાર રાજુ દેવીપૂજક નામના શખ્સે ખેતરમાં આવીને થાનશીંગ સાથે બોલાચાલી કરી પાણી વાળવા માટેના લોખંડના પાવડા વડે થાનશીંગ ઉપર જીવલેણ હુમલો કરી માથામાં અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલાથી ઘવાયેલો યુવાન ત્યાં જ ઢળી પડયો હતો. ત્યારબાદ શખ્સે શ્રમિકનું રૂા.15 હજારની કિંમતનું જીજે-13-એઈ-0460 નંબરનું બાઇક ચોરી કરી નાશી ગયો હતો.

બાદમાં યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવ અંગેની સામતભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ વૃધ્ધ ખેડૂતના નિવેદનના આધારે શકદાર રાજુ દેવીપૂજક નામના શખ્સ વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular