આતંકીઓએ ફરી એક વાર ડ્રોન દ્વારા સૈન્ય વિસ્તારને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. જમ્મુમાં એરપોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલાના બીજા જ દિવસે આતંકીઓ મિલેટ્રી સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુના કાલૂચક મિલેટ્રી સ્ટેશન પક સવારે 3 વાગે ડ્રોન જોવા મળ્યું હતું. જોકે સેના એલર્ટ પર હતી અને ડ્રોન દેખતાં જ સેનાએ તેના પર 20-25 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. રવિવારે રાતે અંદાજે 3 વાગ્યાની આસપાસ કાલૂચક મિલેટ્રી સ્ટેશન ઉપર ડ્રોન જોવા મળ્યું હતું. તેને જોતા જ જવાનોએ 20થી 25 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ફાયરિંગ પછી ડ્રોન ગાયબ થઈ ગયું હતું. હાલ સેના સર્ચ ઓપરેશન કરીને ડ્રોનની તપાસ કરી રહ્યા છે.
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર રવિવારે મોડી રાતે બે બ્લાસ્ટ થયા હતા. પહેલો બ્લાસ્ટ રાતે 1.37 વાગે થયો હતો અને બીજો 5 મિનિટ પછી 1.42એ થયો હતો. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે બંને બ્લાસ્ટની ક્ષમતા ઘણી ઓછી હતી. તેથી પહેલો બ્લાસ્ટ એક છત પર થયો તેથી તે છતને નુકસાન થયું હતું. જ્યારે બીજો બ્લાસ્ટ ખુલ્લી જગ્યા પર થયો હતો. બ્લાસ્ટમાં બે જવાનોને સામાન્ય ઈજા થઈ છે. આવું પહેલીવાર થયું છે કે, જ્યારે આતંકીઓએ ડ્રોન દ્વારા હુમલો કર્યો છે. હવે આ ઘટનાની તપાસ ગઈંઅ દ્વારા કરવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા હુમલામાં ટ્રેનિંગમાં વધારે ખર્ચ નથી કરવો પડતો. જમીન પર હુમલાની સરખામણીએ ડ્રોન હુમલામાં જોખમ પણ ઓછું છે. ડ્રોન ખૂબ ઉંચી ઉંચાઈએ ઉડી શકે છે અને ઓછી ઉંચાઈ ઉડતા હોવાના કારણે રડારની પકડમાં આવવાની શક્યતા પણ ઓછી રહે છે. તે સંજોગોમાં તેને શંકાની નજરે જોવામાં નથી આવતી. આતંકી સંગઠન આ ટ્રીકનો ઉપયોગ ફરી પણ કરી શકે છે.
જમ્મુમાં સતત બીજા દિવસે ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ
ગઇકાલે એરપોર્ટ પર હુમલા બાદ આજે મિલટ્રી સ્ટેશન પર દેખાયેલા ડ્રોનને સેનાએ તોડી પાડયું