જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપર જાહેર રોડ ઉપર લીલુ વેંચતા દબાણકારોનું લીલુ હટાવી લેવાની મહાનગરપાલિકાના એસએસઆઇ દ્વારા સૂચના અપાતા પાવડા વડે હુમલાનો પ્રયાસ કરાયાની તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
View this post on Instagram
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજીત સાગર રોડ, સુભાષ પાર્ક, મારૂ કંસારા હોલ નજીક રોડ પર લીલુ વેચતા લોકોને મહાનગરપાલિકાના એસએસઆઈ આ લીલું વેચનારાઓને રોડ પરથી લીલું હટાડી લેવાની સૂચના આપવામાં આવી અને લીલું કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી ત્યારે લીલું વેચનારા લોકોનો એવો આરોપ કરવામાં આવ્યો કે, “અમે અમારી માલિકીમાં વેચી છે. તમને કોઈ હક્ક નથી.” આ બંધ કરાવવાનો મહાનગરપાલિકાના કર્મચારી અને લીલું વેચનાર વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થતાં લીલુ વેંચનાર શખ્સ દ્વારા પાવડા વડે હુમલો કરવાનો પ્રયાસ કરાતાં મામલો ગરમાયો હતો. આ અંગેની જાણ થતાં કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા સ્થળ પર દોડી ગયા હતા. આ પહેલાં લીલુ વેંચનાર શખ્સે રસ્તો બંધ કરી દેતાં પોલીસની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાના કર્મચારી દ્વારા આ બનાવ અંગે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.


