જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં આવાસમાં રહેતી મહિલાના ઘરમાં તેના જ વિસ્તારમાં રહેતો શખ્સ રાત્રિના સમયે ઘુસી ગયો હતો અને આબરૂ લેવાનો પ્રયાસ કરતાં મહિલાનો પુત્ર વચ્ચે પડતા તેની સાથે ઝપાઝપી કરી ઈજા પહોંચાડી ઘરના સામાનમાં તોડફોડ કરી નાખી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતી મહિલાના ઘરમાં ગુરૂવારે રાત્રિના સમયે તેનો જ પાડોશી જાવેદ જમાલ ખુંભીયા નામનો શખ્સ ઘુસી ગયો હતો અને મહિલાની છેડતી કરી કપડા ફાડી નાખી આબરૂ લેવાનો પ્રયાસ કરતાં મહિલાનો પુત્ર તેની માતાને બચાવવા વચ્ચે પડયો હતો. જેથી જાવેદે મહિલાના પુત્ર સાથે ઝપાઝપી કરી ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ મહિલાના ઘરનો સામાન ફેંકી અને તોડફોડ કરી નુકસાન કર્યુ હતું. પાડોશી શખ્સ દ્વારા કૃત્ય આચરતા મહિલા દ્વારા આ અંગેની જાણ કરાતા પીએસઆ એમ.વી. દવે તથા સ્ટાફે જાવેદ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.