Sunday, January 11, 2026
Homeરાજ્યગુજરાતપેટ્રોલ પંપ પર દિવાસળી ચાંપી સળગાવવાનો પ્રયાસ ! જુઓ CCTV

પેટ્રોલ પંપ પર દિવાસળી ચાંપી સળગાવવાનો પ્રયાસ ! જુઓ CCTV

અસામાજિક તત્વોએ પેટ્રોલપંપના કર્મચારીને માર માર્યો

- Advertisement -

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે. જેમાં  પેટ્રોલ પંપ પર દિવાસળી ચાંપી પેટ્રોલ પંપ સળગાવી નાખવાનો પ્રયાસ કરી પેટ્રોલપંપના અધિકારીને પણ માર મારવામાં આવ્યો હતો

સુરતમાં અવારનવાર અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવતી હોય છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવા આવેલા શખ્સોએ કર્મચારી સાથે માથાકૂટ કરી માર માર્યો હતો અને દીવાસળી ચાંપી પેટ્રોલપંપને સળગાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે પેટ્રોલ ભરાવા આવેલા શખ્સો પેટ્રોલ પુરાયા બાદ ત્યાંના કર્મચારી સાથે માથાકૂટ કરે છે. અને ત્યાર બાદ મારામારી કરે છે.

- Advertisement -

આ સમગ્ર ઘટના અંગે પાંડેસરા પોલીસ મથકમાંફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલ પુરાવી લીધા બાદ અસામાજિક તત્વો એ કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી. જોકે તે સમયે કર્મચારી બે હાથ જોડીને માફી માગી રહ્યો હતો. તેમ છતાં તને માર મારવામાં આવ્યો હતો. નાયરા પેટ્રોલપંપના માલિકે જણાવ્યું હતું તે તેઓને કોઈ સાથે દુશ્મની નથી અને પેટ્રોલપંપ ખુલ્યાને હજુ 6મહિના જ થયા છે. આવા અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ પણઉઠી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular