કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા મીણીબેન વીરાભાઈ ભીખાભાઈ કંડોરીયા નામના 50 વર્ષના આહિર મહિલાને ‘તું ડાકણ છે, અમારા છોકરાને કરી મૂકે છે’- તેમ કહીને નયનાબેન રાજુભાઈ ચેતરીયા અને શીતલબેન કિશનભાઈ ચેતરીયા દ્વારા લાકડી વડે બેફામ માર મારી, પથ્થરના ઘા કરીને વ્યાપક ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે કલ્યાણપુર પોલીસે આરોપી નયનાબેન તથા શીતલબેન સામે આઈપીસી કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.