જામનગરના પંચેશ્વરટાવર પાસે યુવાન ઉપર બે શખ્સોને યુવતી સાથે સગપણ નહીં કરવા માટે લોખંડના સળિયા વડે માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગરમાં રાજપાર્કમાં રહેતો ઉતમ ભાણજીભાઈ જેઠવા (ઉ.વ.31) નામનો યુવાન પંચેશ્ર્વરટાવર પાસે ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં ઉભો હતો જે દરમિયાન કુલદીપસિંહ વનરાજસિંહ વાઘેલા અને અન્ય એક સાગરિત સાથે ધસી આવ્યો હતો અને ઉત્તમ જેઠવા એ તાજેતરમાં જે સગપણ કર્યુ છે તે તોડી નાખવા માટે દબાણ કરી માથાના ભાગે લોખંડના સળિયાના બે ઘા ઝીંકી દેતા તેને ગંભીર ઈજા થઈ હતી. ઉપરાંત તેની સાથે રહેલા અન્ય સાગરિતે પણ ઠોકર મારી પછાડી દીધો હતો અને બન્ને આરોપીઓ ભાગી છૂટયા હતાં. આ બનાવ પછી ઉત્તમ જેઠવાને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા પીએસઆઇ બી.એસ.વાળા તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી ગયો હતો અને હુમલામાં ઘવાયેલા ઉત્તમ જેઠવાના નિવેદનના આધારે ઉત્તમનું સગપણની વાત ચાલુ હતી તે યુવતી સાથે આરોપી કુલદીપસિંહ વનરાજસિંહ વાઘેલાને સંબંધ હોય જેથી સગાઈ તોડી નાખજે એવું દબાણ કરી માર માર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.