કલ્યાણપુરથી આશરે 35 કિલોમીટર દૂર રાણ ગામ નજીક ગરવાભાઈ મેરામણભાઈ નાગરા (ઉ.વ. 31, રહે. આરંભડા) તથા તેમના માસા મેઘાભાઈ પોતાના ઘેટા બકરા ચરાવી રહ્યા હતા, ત્યારે આ સ્થળે ભેંસો ચરાવી રહેલો રાણ ગામનો ઘેલા કમા ગઢવી નામનો શખ્સ અન્ય ત્રણ શખ્સો સાથે અહીં આવ્યો હતો અને “તમે અહીં તમારા ઘેટા-બકરા કેમ ચરાવો છો.?” તેમ કહેતાં ફરિયાદી ગરવા ભાઈએ કહ્યું હતું કે આ પડતર જગ્યા છે અને અહીં અમે રોકાવાના નથી.” આમ કહેતા આરોપી ઘેલા ગઢવી તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ ગરવાભાઈ રબારી તેમજ તેમના માસા મેઘાભાઈ ઉપર લાકડીઓ વડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.