ખંભાળિયા તાલુકાના બજાણા ગામમાં રહેતા યુવાનના પુત્રએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી મહિલા સહિત પાંચ શખ્સોએ ધોકા વડે દંપતી ઉપર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતા બાબુભાઈ ભીમાભાઈ હરિયાણી (ઉ.વ.45) નામના કોળી યુવાનના પુત્ર અજયભાઈએ કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે રહેતા રામશીભાઈ હમીરભાઈ મકવાણાના પરિવારની એક યુવતી સાથે આજથી આશરે ચારેક માસ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હોય, જે બાબતનું મન દુ:ખ રાખી, આરોપી રામશીભાઈ હમીરભાઇ મકવાણા, અરશી રામશીભાઈ મકવાણા, મુળુ જીવાભાઈ હરિયાણી અને બુદ્ધિબેન રામશીભાઈ મકવાણા તથા કવિબેન મુળુભાઈ હરિયાણી નામના પાંચ વ્યક્તિઓએ ધોકા વડે બેફામ માર મારી, ફરિયાદી બાબુભાઈ તથા તેમના પત્નીને ઈજાઓ કરીને તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે બે મહિલાઓ સહિત પાંચેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.