કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા અશોકભાઈ હરજીભાઈ રાઠોડ નામના 30 વર્ષના દલવાડી યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, આ જ વિસ્તારમાં રહેતા વલ્લભ ડાયા પરમાર, દેવશી ડાયા તથા દિનેશ ડાયા નામના ત્રણ શખ્સોએ કુહાડા તથા લાકડી વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણ અંગે પોલીસે ત્રણેય શખ્સો સામે આઈપીસી કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.