જામનગર નજીક આવેલા ઠેબા ચોકડી પાસે રહેતાં યુવાન ઉપર પૈસાની જૂની લેતી દેતીનું મનદુ:ખ રાખી શખ્સે લોખંડની ટોમી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગરમાં ઠેબા ચોકડી નજીક રહેતાં અને ડ્રાઈવિંગ કરતાં જયદીપ નિતીનગીર ગોસ્વામી નામના યુવાનને રામેશ્ર્વર સોસાયટીમાં રહેતાં યુવરાજસિંહ રવિરાજસિંહ જાડેજા સાથે પૈસાની લેતી દેતીમાં થયેલા મનદુ:ખનો ખાર રાખી ગત તા.03 ના સવારે યુવરાજસિંહે ઠેબા ચોકડી નજીક જયદીપને આંતરીને લોખંડની ટોમી વડે માર મારી ઈજા પહોંચાડી હતી. હેકો એમ.એ.જાડેજા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત જયદીપના નિવેદનના આધારે ગુનો નોંધી હુમલાખોરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.