Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારભાણવડમાં યુવાનના મૈત્રી કરારનો ખાર રાખીને હુમલો

ભાણવડમાં યુવાનના મૈત્રી કરારનો ખાર રાખીને હુમલો

બે વ્યકિતઓને ઈજા: મારી નાખવાની ધમકી સબબ પાંચ સામે ગુનો

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ભાણવડની રાધેશ્યામ સોસાયટી વિસ્તારમાં રહેતા મેરૂભાઈ કાનાભાઈ કરમુર નામના 62 વર્ષના આહીર વૃદ્ધ તેમની સાથે રવિ કિશોરભાઈ પંચોળી નામના યુવાનને સાથે રાખીને ગઈકાલે ગુરુવારે સાંજના સમયે જીજે-10-ટી-5084 નંબરના ગેસના બાટલાથી ભરેલા વાહનને લઈને જઈ રહ્યા હતા, ત્યારે ફતેપુર ગામના પાટીયા પાસે પહોંચતા આંબરડી ગામના મયુર લગારીયા, નારણ લગારીયા, દિનેશ ડાડુ લગારીયા સાથે દિલીપ વજશી ચાવડા અને વજશી ફેણા ચાવડા નામના પાંચ શખ્સોએ તેઓને માર્ગ આડે અટકાવી, વાહનના કાચમાં તોડફોડ કરી હતી.
આ ઉપરાંત આરોપીઓએ લાકડાના ધોકા વડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, માર મારતા લોહી લુહાણ હાલતમાં મેરૂભાઈ તથા રવિભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

- Advertisement -

સાહેદ રવિ પંચોળીએ આરોપી પરિવારની એક યુવતી સાથે મૈત્રી કરાર કર્યો હોય, જે બાબતના મનદુ:ખના કારણે ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે મેરૂભાઈ કરમુરની ફરિયાદ પરથી પાંચેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 427, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular