Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારસીક્કામાં ‘કેમ કતરાઈને જોવે છે?’ તેમ કહી પાંચ શખ્સો દ્વારા યુવક ઉપર...

સીક્કામાં ‘કેમ કતરાઈને જોવે છે?’ તેમ કહી પાંચ શખ્સો દ્વારા યુવક ઉપર હુમલો

નજીવી બાબતે બે મહિલા સહિતના પાંચ શખ્સોએ ફડાકા અને પાઈપ વડે લમધાર્યો : છોડાવવા પડેલા ત્રણ મહિલાઓને પણ માર મારી ધમકી

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતાં યુવકને મહોરમમાં કતરાઈને જોવાની બાબતે બે મહિલા સહિત પાંચ શખ્સોએ ફડાકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલા સમયે યુવકના પાડોશી બચાવવા પડતા તેમના ઉપર પણ હુમલાખોરોએ ગાળો આપી પતાવી દેવાની ધમકી આપી ઈજા પહોંચાડી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલા ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતા હુશેન મામદ ચબા (ઉ.વ.20) નામના યુવક ઉપર મંગળવારે મોડીસાંજના સમયે ફાટક પાસે આંતરીને મહોરમમાં મારી સામે કેમ કતરાઈને જોતો હતો ? તેમ કહી કાસીમ જુસબ ગંઢાર, યાસ્મીનબેન કાસીમ ગંઢાર, અફઝલ હશન રાજાણી, હસન રાજાણી અને કરીમાબેન હશન રાજાણી નામના પાંચ શખ્સોએ એકસંપ કરી ફડાકા મારી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. યુવક ઉપર પાંચ શખ્સો દ્વારા હુમલો કરાતા બાજુમાં રહેતા સાયરાબેન ભગાડ, અફરોજાબેન ભગાડ તથા જરીનાબેન ભગાડ નામના મહિલાઓ યુવકને છોડાવવા વચ્ચે પડતા હુમલાખોરોએ ત્રણ મહિલાઓને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે હુશેન ચબાના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular