જોડિયા તાલુકાના મેઘપર ગામમાં રહેતાં યુવાનને એક શખ્સે જાતિ પ્રત્યે અપમાનિત કરી ફડાકા મારી અને બાવળના લાકડા વડે માર માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના મેઘપર અંબાધાર રોડ પર રાજેશ મુળજીભાઈ ચૌહાણ નામનો યુવાન તેના ખેતરે હતો તે દરમિયાન તેના જ ગામમાં રહેતાં વસંત સુખા રાઠોડ નામના શખ્સે આવીને જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો અને રાજેશને અપશબ્દો બોલી ફડાકા માર્યા હતાં તેમજ બાવળના લાકડા વડે માર મારી ઈજા પહોંચાડી હતી.
ઈજાગ્રસ્ત યુવાન દ્વારા કરાયેલી જાણના આધારે ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ તથા સ્ટાફે વસંત રાઠોડ વિરૂધ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.