જામનગર શહેરમાં વામ્બે આવાસ રોડ પર ઉછીના પૈસા આપવાની ના પાડતા શખ્સે યુવાન ઉપર લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના વામ્બે આવાસ મયુરનગર 3 માળિયામાં રહેતો જેન્તીભાઈ હિરાભાઈ પરમાર નામનો યુવાન ગઈકાલે સવારે તેના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં દિપક હરીશ વાઘેલા નામના શખ્સે જેન્તી પાસેથી ઉછીના પૈસા માંગતા જેન્તીએ પૈસા આપવાની ના પડી હતી. જેથી ઉશ્કેરાયેલ દિપકે જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ધોકા વડે માર મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. અને બીજીવાર ઉછીના પૈસા આપવાની ના પાડીશ તો જીવતો નહીં રહેવા દવ તેવી ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઈ આર.કે.ખલીફા તથા સ્ટાફે દિપક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.