ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે હુસેની ચોક ખાતે રહેતા સુલેમાન અબ્દુલભાઈ સંઘાર નામના 55 વર્ષના પ્રૌઢને આ જ ગામના અયુબ અબ્બાસ સંઘાર તથા તેના પુત્ર અફરોજ અયુબ સંઘાર સામે બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઈપ તથા મૂઠ વડે માર મારી, ઇજાઓ કરવા ઉપરાંત મારી નાખવાની ધમકી આપવા સબબ વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદી સુલેમાનભાઈના ઘર પાસે આરોપી અફરોજ અયુબ સંઘાર તેના મોટરસાયકલ પર પુરઝડપે નીકળતા આ બાબતે સુલેમાનભાઈએ અફરોજને ટપારતા તેનો ખાર રાખી તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે આઈપીસી કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.