જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં જૂગાર રમવાની ના પાડતા બે શખ્સોએ યુવાન ઉપર લાકડાના ધોકા વડે માર મારી ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં કેશુભાઈ હોટલ પાસે બે શખ્સો જૂગાર રમતા હતાં જેથી જીતેન્દ્ર ઉર્ફે જીતુ કુંવરશી રાજબાર નામના યુવાને બન્ને શખ્સોને જૂગાર રમવાની ના પાડતા ઉશ્કેરાયેલા વિશાલ ઉર્ફે ટોપી રાઠોડ અને પ્રતાપ ભરત પરમાર નામના બે શખ્સોએ લાકડાના ધોકા વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને યુવાનને છોડાવવા વચ્ચે પડેલા રાહુલને માર માર્યો હતો. તેમજ બન્ને શખ્સોએ બે યુવાનો ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં જીતેન્દ્ર દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.