Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારસીક્કામાં જૂનો ખાર રાખી બે શ્રમિક ભાઈઓ ઉપર હુમલો

સીક્કામાં જૂનો ખાર રાખી બે શ્રમિક ભાઈઓ ઉપર હુમલો

હોટલે ચા પીવા ઉભા હતાં તે દરમિયાન ગાળાગાળી કરી માર માર્યો : પતાવી દેવાની ધમકી: જામનગરમાં યુવતીને ફડાકા મારી પતાવી દેવાની ધમકી

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કા ગામમાં તળાવ પાસે આવેલી હોટલે ચા પીવા ઉભા રહેલા બે ભાઈઓ ઉપર જૂનો ખાર રાખી બે શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરમાં ઢીચડા રોડ પર રહેતી યુવતીએ ઘર પાસે આવવાની ના પાડતા શખ્સે ફડાકા મારી ધમકી આપી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરના નવાગામ ઘેેડમાં રહેતો અને મજૂરી કામ કરતો સુરેશ બાબુ રાણેવાડિયા નામનો યુવાન બુધવારે સવારના સમયે તેના બાઈક પર મોટા ભાઈ સાથે મજૂરી કામે જતો હતો તે દરમિયાન સીક્કામાં આવેલી માલધારી હોટલ પાસે ચા પીવા ઉભા રહ્યા હતાં. તે દરમિયાન સીક્કા ગામના વિજય રાઠોડ, જેન્તી રાઠોડ નામના બે શખસોએ જૂનો ખાર રાખી અ5શબ્દો બોલી લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે બંને ભાઈઓ ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા બે ભાઈઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જયાં બનાવની જાણ થતા એએસઆઇ આર.આર. કરંગીયા તથા સ્ટાફે સુરેશના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલા યોગેશ્ર્વરપાર્કમાં રહેતી આયશાબેન દગારા નામની યુવતીએ રાત્રિના સમયે તેના ઘર પાસે આવતા અબ્બાસ ઈસ્માઈલ સાંઢ નામના શખ્સને ઘર પાસે આવવાની ના પાડતા ઉશ્કેરાયેલા અબ્બાસે યુવતીને ફડાકા મારી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં એએસઆઇ ડી.જે. જોશી તથા સ્ટાફે યુવતીના નિવેદનના આધારે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular