કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા વેજાભાઈ ભીખુભાઈ મોઢવાડીયા તથા વણઘાભાઇ વીસુભાઈ મોઢવાડિયા નામના બે શખ્સો દ્વારા પોરબંદર તાબેના બરાખલા ખાતે રહેતા આશિષ દેવશીભાઈ ઓડેદરા નામના 30 વર્ષિય યુવાન તથા તેમના ભાઈ સંજયભાઈને બિભત્સ ગાળો કાઢી, ઢિકા-પાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં, આરોપી શખ્સ દ્વારા તેમની પાસે રહેલો બંદૂકના જોટાના કુંદાનો ઘા માથા પર ફટકારી દેતાં તમને લોહીલુહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.
ફરિયાદી આશિષભાઈના ચંદ્રાવાડા ગામે રહેતા મામા સામતભાઈ સાથે અગાઉ આરોપીઓને થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે વેજાભાઈ તથા વણઘાભાઇ સામે આઈ. કલમ 323, 324, 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી સ્થાનિક પી.એસ.આઈ. એફ.બી. ગાગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રાવાડા ગામના વેજાભાઈએ પણ બે દિવસ પૂર્વે સામાપક્ષે ત્રણ અજાણ્યા સહિત છ શખ્સો સામે ધાડ સહિતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ચંદ્રાવાડા ગામે જૂના મનદુ:ખ રાખી બે ભાઈઓ ઉપર હુમલો
બે સામે ફરિયાદ