જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતાં પરિવારના સભ્યો ઉપર ચાર શખ્સોએ લાકડાના ધોકા અને પાઈપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર-1 માં ઝુંપડપટી વિસ્તારમાં રહેતાં આસિયાના અસરફ પઠાણ નામની યુવતી ઉપર બુધવારે રાત્રિના સમયે તેની બાજુમાં રહેતાં હુશેન, નવાઝ, સમીર અને સબીર નામના ચાર શખ્સોએ લાકડીના ધોકા વડે માર માર્યો હતો તેમજ લોખંડના પાઈપ વડે માથાના ભાગે ઘા ઝીંકયો હતો. આ હુમલામાં આસિયાનાબેન સહિત જાવેદ અને અસરફભાઈ ઉપર પણ હુમલાખોરોએ લાકડીના ધોકા વડે માર માર્યો હતો. કરાયેલા હુમલામાં યુવતી સહિત ત્રણ વ્યક્તિઓ ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.