- Advertisement -
ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા અને ઈંટો બનાવવાનો ભઠ્ઠો ચલાવતા જયેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી નામના 24 વર્ષના યુવાનને વાળ હટાવવાની બાબતે બોલાચાલી કરી, ધરમપુર વિસ્તારમાં રહેતા પ્રવીણ સાજણ ગઢવી અને સાજણ ગઢવી નામના બે શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, લાકડીઓ વડે માર મારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.
- Advertisement -