જામનગરમાં નેશનલપાર્ક આઈશા મસ્જિદ પાસે પાનની પીચકારી મારવા બાબતે એક શખ્સ પર છરી વડે હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેટેલાઈટ સોસાયટીમાં રહેતા અને નેશનલ પાર્ક વિસ્તારમાં મોબાઈલ રીપેરીંગનું કામ કરતા સાજીદ રહીમભાઈ રાસલીયા નામના યુવાન પર રાજ સોસાયટીમાં રહેતા સમીર ઉર્ફે બાપુડી નામના શખ્સે પાનની પિચકારી મારવાના પ્રશ્ર્ને તકરાર કર્યા પછી છરી વડે હુમલો કર્યાની ફરિયાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે, જ્યારે તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઇ જવાયો છે.
ફરિયાદી સાજીદની પત્ની અને તેની પુત્રી રસ્તે ચાલીને ઘેર જઇ રહયા હતા.જે દરમિયાન આરોપીએ પાનની પિચકારી મારતાં સાજીદ આરોપીને સમજાવવા ગયો હતો, જે દરમિયાન હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.