જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં દારૂના કેસના આરોપીને પકડવા ગયેલ પોલીસ ઉપર હુમલો કરી આરોપીના પરિવારજનો આરોપીને છોડાવી જતા પોલીસ દ્વારા આઠ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, આરોપી રાજેશ ઉર્ફે કેશુભાઈ વરણીયા વિરુદ્ધ દારૂના કેસનો ગુનો નોંધાયેલો હોય અને તેને અટક કરવાનો બાકી હોય સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.કો. વિજયભાઈને મળેલ બાતમીના આધારે આરોપીને પકડવા જતા આરોપીને પકડી પોલીસ સ્ટેશન લાવવાની તજવીજ કરતા હતા તે દરમ્યાન વિજય કેશુ વરણીયા, વિજયભાઈના પત્ની, રોહિત લીંબડ, વિજય ના બહેનો જોશનાબેન, રીટાબેન, રાજેશભાઈ ના પત્ની વિજુબેન, રાજેશભાઈના દીકરી શીતલબેન, રાજેશ કેશુભાઈ વરણીયા એ આવી પો.કો. વિજયભાઈ સહિતના સ્ટાફ સાથે ઝપાઝપી કરી રાજુને કેમ લઇ જશો તેમ કહી ખાનગી મોટર સાઇકલ માંથી ચાવી કાઢી લઇ જઈ રાજેશ વરણીયાને છોડાવી લઇ જઈ સરકારી ફરજમાં રુકાવટ કર્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.