Saturday, December 28, 2024
Homeરાજ્યહાલારગઢકામાં નોટિસની બજવણી કરવા ગયેલા પોલીસકર્મચારીઓ ઉપર હુમલો

ગઢકામાં નોટિસની બજવણી કરવા ગયેલા પોલીસકર્મચારીઓ ઉપર હુમલો

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે થોડા દિવસ પૂર્વે નોંધાયેલી એક ફરિયાદના અનુસંધાને આરોપી પાસે કાયદેસરની કાર્યવાહી માટે ગયેલા પોલીસ કર્મચારીને માર મારી, અને ફરજમાં રૂકાવટ કરતા એક મહિલા સહિત ચાર શખ્સો સામે ધોરણસર ગુનો નોંધાયો છે.

- Advertisement -

આ પ્રકરણની વિગત એવી છે કે કલ્યાણપુર પોલીસ મથકમાં ત્રણેક દિવસ પૂર્વે ગઢકા ગામના લખમણભાઈ પમાભાઈ નકુમ અને મનસુખભાઈ દાનાભાઈ નકુમ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેના અનુસંધાને આ પ્રકરણના તપાસનીસ એવા કલ્યાણપુરના ભાટિયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કરસનભાઈ દવુભાઈ આંબલીયા તેમજ અન્ય કર્મચારી નોટિસની બજવણી કરવા આરોપીના ઘર પાસે ગયા હતા.

ત્યારે આ સ્થળે રહેલા લખમણભાઈ પમાભાઈ, મનસુખ દામાભાઈ, કસ્તુરબેન લખમણભાઈ અને દેવરાજ નાથાભાઈ નકુમ નામના ચાર શખ્સો પોલીસ કર્મચારીઓ પાસે ધસી આવ્યા હતા અને તેઓ સાથે બોલાચાલી કરીને કહેલ કે ‘તમે ખોટો ગુનો દાખલ કર્યો છે’- એમ કહ્યા બાદ આરોપીઓએ ફરિયાદી હેડ કોન્સ્ટેબલ કરસનભાઈના શર્ટનો કોલર પકડી અને ઢીકા-પાટુનો માર મારી તેમને નીચે પછાડી દીધા હતા. આમ, આરોપીઓએ કરસનભાઈ તથા અન્ય સાહેદને ઢીકાપાટુનો માર મારી, ફરિયાદી કરસનભાઈ સરકારી કર્મચારી તરીકેની ફરજ પર હોવા છતાં તેમની ઉપર હુમલો કરી, બેફામ માર મારતા આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે મહિલા સહિત ચારેય આરોપીઓ સામે આઈપીસી કલમ 332, 186 તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે. જે અંગે આગળની તપાસ પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular