Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં પશુમાલિક દ્વારા પોલીસ ઉપર હુમલો

જામનગરમાં પશુમાલિક દ્વારા પોલીસ ઉપર હુમલો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શહેરના રાજમાર્ગો પર રખડતી ગાયો ડબ્બે પૂરવાની કામગીરી અંતર્ગત શુક્રવારે બપોરના સમયે રણજીતસાગર રોડ પર મયુરટાઉનશીપ નવાનગર વિસ્તારમાં કામગીરી અંતર્ગત ત્રણ શખ્સો દ્વારા પોલીસ કર્મીનો કાઠલો પકડી ફડાકા મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોરની સમસ્યામાં કડક કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપી આ કાર્યવાહી માટે મહાપાલિકાના ત્રણ અધિકારીઓ અને આઠ પોલીસ કર્મચારીઓ સહિતનાઓની ટીમ બનાવી રખડતા ઢોરોને પકડી અને તેના માલિકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત શુક્રવારે બપોરના સમયે રણજીતસાગર રોડ પર આવેલા મયુરટાઉનશીપ નવાનગર વિસ્તારમાં રખડતી ગાયોને પુરીને લઇ જતાં હતાં ત્યારે રામ ભરવાડ, ધર્મેશ ભરવાડ, મચ્છા ભરવાડ નામના ત્રણ શખ્સોએ ફરજ પરના પોલીસકોન્સ્ટેબલ રાહુલ મકવાણાની ફરજમાં રૂકાવટ કરી કાઠલો પકડી ફડાકા ઝીંકયા હતાં અને મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસકર્મી ઉપર કરાયેલા હુમલાના બનાવમાં મહાનગરપાલિકાના અધિકારી રાજેન્દ્રસિંહ સતાજી જાડેજા દ્વારા આ ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આઈ.આઇ.નોયડા તથા સ્ટાફે ત્રણેય શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular