કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા બુદ્ધિબેન મેઘજીભાઈ લખમણભાઈ નકુમ નામના 80 વર્ષના સતવારા મહિલા અન્ય એક મહિલાના ઘરે બેસવા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં કેશરબેન નકુમ તેમજ તેમના પુત્ર ડાયાભાઈ નકુમએ તેમને “અહીંથી નીકળવું નહીં”- તેમ કહી, બિભત્સ ગાળો કાઢ્યાની તથા કુહાડા અને લાકડાના ધોકા વડે હુમલો કરી, ઈજાઓ કરવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં માતા-પુત્ર સામે આઈપીસી કલમ 323, 325, 504, 114 તથા જી.પી. એક્ટરની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.