Monday, December 23, 2024
Homeરાજ્યજમીનની લ્હેણી નિકળતી રકમ બાબતે હર્ષદપુરના વૃદ્ધ ઉપર કુહાડા વડે હુમલો

જમીનની લ્હેણી નિકળતી રકમ બાબતે હર્ષદપુરના વૃદ્ધ ઉપર કુહાડા વડે હુમલો

- Advertisement -

ખંભાળિયા તાલુકાના હર્ષદપુર વાડી વિસ્તારમાં હાપીવાડી ખાતે રહેતા વાલાભાઈ માણશીભાઈ જોગાણી નામના 65 વર્ષના ગઢવી વૃદ્ધ શનિવારે પોતાના મોટરસાયકલ પર લીલો ચરો લઈ અને એના હરસિધ્ધિ નગર વિસ્તારમાં તેમના સંબંધીના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન ખેંગાર વિરપાલ જોગણી અને ભીખા વિરપાલ જોગણી નામના બે શખ્સોએ તેઓને મોટરસાયકલ મારફતે માર્ગ આડે અટકાવી અને બાઈક ચાલક ભીખાની પાછળ બેઠેલા ખેંગાર જોગાણીએ લોખંડના પાઇપ વડે ફરિયાદી વાલાભાઈ જોગાણીને બેફામ મારતા તેમને પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ ઉપરાંત આરોપી ભીખા વિરપાલે પણ કુહાડાનો ઘા મારી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

ફરિયાદી વાલાભાઈ જોગાણીએ આશરે એક વર્ષ પૂર્વે તેમની માલિકીની 30 વીઘા જમીન આરોપીઓને વેંચી હતી. આ ખેતીની જમીન આશરે 32 વીઘા જેટલી હોય, જે જમીનની માપણી કરાવવા તેમજ વધુ નીકળતી જગ્યા અને જગ્યામાં આવેલા મકાન સાથે કુલ રૂપિયા 7 લાખ જેટલી રકમ આરોપીઓ પાસેથી લેવાની નીકળતી હોય, તે બાબતે અવારનવાર ઉઘરાણી પણ કરતા ફરિયાદી વાલાભાઈને આરોપી ખેંગારએ પૈસા આપવાની ના કહી, ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી, આ બાબતનું મન દુ:ખ રાખીને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 323, 325, 504, 506 (2) 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular