સાઉદી અરેબિયામાં પેટ્રોલિયમ ઓઇલ સાઇટ પર હુમલા બાદ પહેલાથી જ સતત વધી રહેલા ક્રુડનાં ભાવમાં સોમવારે ઉછાળો આવ્યો, ઓપેક અને તેના સહયોગી દેશોની ગયા સપ્તાહે યોજાયેલી બેઠકમાં ઉત્પાદન કાપને જાળવી રાખવાનાં નિર્ણય બાદ ક્રુડ ઓઇલનાં બજારમાં કિંમતો વધવાનું શરૂ થઇ ગયું, હવે હુમલાનાં સમાચારથી ક્રુડનાં ભાવમાં રીતસર ભડકો જ થયો છે.
સોમવારે બ્રેંટ ક્રુડ 1.14 ડોલર ઉછળીને 70.14 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા. અમેરિકાનાં ક્રુડ ઓઇલની કિંમત પણ 1.10 ડોલર ઉછળીને 67.19 પ્રતિ ડોલર પર પહોંચી ગઇ, શુક્રવારે તેમાં 2.26 ડોલરનો ઉછાળો આવ્યો હતો, અને તેનો ભાવ 66.09 ડોલર પર પહોચ્યો હતો.
અમેરિકામાં છેલ્લા મહિને ભારે ઠંડી અને હિમપ્રપાતનાં કારણે ક્રુડનાં ઉત્પાદનમાં દરરોજ 40 લાખ બેરલનો ઘટાડો આવ્યો હતો, જેના કારણે અમેરિકા ક્રુડ ઓઇલ 60 ડોલર પર પહોંચી ગયું છે. ઓપેક દેશોને રશિયા અને અન્ય ક્રુડ ઉત્પાદક દેશોનું પણ સમર્થન મળતા ક્રુડનાં ભાવમાં ભડકો થયો છે.