Monday, December 23, 2024
Homeરાજ્યબાલાચડી ગામમાં માતા-પુત્રી સહિતના ચાર વ્યક્તિઓ ઉપર હુમલો

બાલાચડી ગામમાં માતા-પુત્રી સહિતના ચાર વ્યક્તિઓ ઉપર હુમલો

ત્રણ મહિલા સહિત છ શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો : પાવડો અને છરી વડે હુમલો : ઈજાગ્રસ્તોને જી.જી.હોસ્પિટલ ખસેડાયા : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં રહેતી મહિલા અને તેણીની માતા સહિતના ત્રણ વ્યકિતઓ ઉપર છ શખ્સોએ એકસંપ કરી ઢીકાપાટુનો અને પાવડા વડે તથા છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં રહેતાં અને ઘરકામ કરતા નઝમાબેન આરીફ લોઠલા નામના મહિલાને ગુરૂવારે રાત્રિના સમયે રહેમતબેન, બાનુબેન અને રહેમતની ભત્રીજી સહિતના ત્રણ શખ્સોએ આંતરીને ઢીકાપાટુનો અને ઠોસા મારી નાકમાં ઈજા પહોંચાડી હતી તેમજ મહિલાની માતા જુલેખાબેનને બોલાવી તેમનું ગળુ પકડી ઢીકાપાટુનો માર મારી પછાડયા હતાં તથા મહિલાની ભાભી જુબેદાબેન ઉપર તથા મહિલાના ભાઈ ઉપર રહેમતબેન, બાનુબેન અને ઓસમાણ તથા શબીર સહિતના છ શખ્સોએ એક સંપ કરી પાવડાનો અને છરીનો ઘા ઝીંકી ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યો હતો. ત્રણ મહિલા સહિતના છ શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં માતા-પુત્રી-પુત્ર સહિત ચાર વ્યકિતઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

બનાવ અંગેની જાણના આધારે એએસઆઈ એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે નઝમાબેનના નિવેદનના આધારે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular