ખંભાળિયામાં રહેતી 31 વર્ષની એક યુવતીને ભાવેશગીરી અરવિંદગીરી ગોસ્વામી નામના શખ્સ દ્વારા તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માંગતો હોય, ફરિયાદી યુવતીને આરોપી ભાવેશ સાથે પ્રેમ પ્રેમ સંબંધ રાખવો ન હોવાથી તેણીએ ના કહી દીધી હતી. જેથી આરોપી ભાવેશગીરી ગોસ્વામીને આ બાબતે સારું ન લાગતા તેણે યુવતીને લાકડી વડે બેફામ માર મારી, બિભત્સ ગાળો કાઢી, ફરિયાદી યુવતી તથા તેણીના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ યુવતી દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઇ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.