જામનગર શહેરમાં પવનચકકી વિસ્તારમાં યુવાન ઉપર તેના મિત્રને છોડાવવા ગયાનો ખાર રાખી ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી ધમકી આપી હતી. તેમજ યુવાનના મામા અને નાની ઉપર પણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર વસંતવાટિકામાં રહેતાં અજય રાજેન્દ્ર બરછા નામના યુવાનના મિત્ર સાથે જિતેન્દ્ર ઉર્ફે ટેમ્પો, ભરત ઉર્ફે કાલી અને મિલન શશીકાંત હંજળા નામના શખ્સો સામે માથાકૂટ થઈ હતી. તે દરમિયાન અજય છોડાવવા ગયો હતો. જે બાબતનો ખાર રાખી ત્રણ શખ્સોએ પવનચકકી ન્યુ જેલ રોડ પાસે અજયના નાનીને વાળ પકડી પછાડી દીધા હતાં તેમજ અજયના મામાને ફડાકા માર્યા હતાં તથા મિલન હંજળાએ અજય ઉપર લાકડાના ધોકા વડે આડેધડ હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી નાશી ગયા હતાં. હુમલાના બનાવ બાદ ઘવાયેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ આઈ.આઈ. નોયડા તથા સ્ટાફે અજયના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.