Sunday, December 22, 2024
Homeરાજ્યનાનાભાઈના પ્રેમ લગ્નનો ખાર રાખી મોટાભાઈ ઉપર હુમલો

નાનાભાઈના પ્રેમ લગ્નનો ખાર રાખી મોટાભાઈ ઉપર હુમલો

હરસિધ્ધીનગરમાં ચાર શખ્સોએ કારમાં આવી યુવાનને હોકી વડે લમધાર્યો : પોલીસ દ્વારા ચાર હુમલાખોરો વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી

- Advertisement -

ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા હરજુગભાઈ વિરમભાઈ ધમા નામના 30 વર્ષના યુવાન તેમના મોટરસાયકલ પર બેસી અને જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં અહીના શક્તિનગર વિસ્તારમાં રહેતા કિશન કારીયા, અજા કારીયા, હિતા કારીયા તથા અન્ય એક અજાણ્યા શખ્સે મોટરકારમાં આવી તેમને અટકાવ્યા હતા. ઉપરોક્ત શખ્સોએ ફરિયાદી હરજુગભાઈ ધમાને હોકી વડે માર મારી ઈજાઓ કર્યાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

ફરિયાદી હરજુગભાઈના નાનાભાઈએ આરોપી પરિવારની એક યુવતી સાથે ભાગીને રાજીખુશીથી લગ્ન કર્યા હોય, આ બાબતનો ખાર રાખી, ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે આઈપીસી કલમ 325, 323, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular