Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયબાળકોના અશ્લીલ વિડીઓ મામલે તપાસ કરવા ગયેલ CBIની ટીમ પર હુમલો, જુઓ...

બાળકોના અશ્લીલ વિડીઓ મામલે તપાસ કરવા ગયેલ CBIની ટીમ પર હુમલો, જુઓ VIDEO

- Advertisement -

સીબીઆઈની ટીમ દ્વારા દેશના વિવિધ 14 રાજ્યોમાં  77 જેટલી જગ્યાઓ ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ઓરિસ્સામાં તપાસ કરવા ગયેલી સીબીઆઈની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ઓરિસ્સાના ઢેંકાનાલમાં સીબીઆઈની ટીમ ઓનલાઈન ચાઈલ્ડ શોષણના મામલામાં રેડ કરવા ગઈ હતી. તે દરમિયાન ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ ટીમ સાથે મારામારી કરી હતી. બાદમાં સ્થાનિક પોલીસે CBIની ટીમને બચાવી હતી. જેનો વિડીઓ પણ સામે આવ્યો છે.

- Advertisement -

 

- Advertisement -

CBIની ટીમ આજે વહેલી સવારે ઓરિસ્સાના ઢેંકાનાલમાં ઓનલાઈન ચાઈલ્ડ શોષણ મામલામાં સુરેન્દ્ર નાયકના ઘરે પહોચી હતી. અને પુછપરછ કરી રહી હતી તે દરમિયાન કોઈ બાબતને લઇને મહિલાઓ સહીત સ્થાનિક લોકો ભડક્યા હતા અને ટીમ સાથે મારામારી કરી હતી. બાદમાં સ્થાનિક પોલીસે અધિકારીઓને બચાવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular